#PATAN : મીઠીવાવડી ગામે શ્રી સિધ્ધેશ્ર્વરી માતાજીના રજત જયંતી પ્રસંગે રાસ ગરબાની રમઝટ જામી..

84 સમાજના પ્રમુખ સહિત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી એ પણ ગરબા રમી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

ચૈત્ર માસમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અનેકવિધ ધાર્મિક અને સેવાકીય ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ પાટણ તાલુકાના મીઠીવાવડી ખાતે શ્રી સિદ્ધેશ્વરી માતાજીના રજત જયંતિ મહોત્સવના પાવન પ્રસંગે આયોજિત કરવામાં આવેલ રાસ ગરબા નાં ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો એ ઉપસ્થિત રહી માતાજીના રાસ ગરબાની રમઝટ બોલાવી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.


પાટણના મીઠીવાવડી ગામે આયોજિત શ્રી સિધ્ધેશ્ર્વરી માતાજીના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે 84 સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ પણ ઉપસ્થિત રહી રાસ ગરબા ધુમીને માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.