#SURAT : માંડવીમાં ખેતર માંથી મળી આવ્યા 2 દીપડાના બચ્ચાં,વન વિભાગ CCTV, ટ્રેપ કેમેરા ગોઠવી બચ્ચાંનું માતા સાથે કરાવશે પૂનઃ મિલન.!

માંડવી તાલુકાના પાતલ ગામેથી વન્યપ્રાણી દિપડીના બે બચ્ચાં મળી આવ્યા,વન વિભાગે દીપડાના બચ્ચાંનું માતા સાથે પૂનઃ મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

માંડવી તાલુકાના પાતલ ગામેથી વન્યપ્રાણી દિપડીના બે બચ્ચાં મળી આવ્યા,વન વિભાગે દીપડાના બચ્ચાંનું માતા સાથે પૂનઃ મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

માંડવી દક્ષિણ રેંજના કાર્યવિસ્તારમાં આવેલ ખોડાંબા–૨ રાઉન્ડની પાતલ બીટ વિસ્તારમાં પાતલ ગામે રહેતા જશવંતભાઈ ડાહયાભાઈ ગામીત તેઓ સવારના ૦૭:૩૦ વાગ્યાના આસપાસ પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા જયાં ખેતરને અડીને આવેલ કોતરમાં દિપડીના બે બચ્ચાં જોવા મળતા તેમણે સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજીને ટેલીફોનીક જાણ કરી હતી,ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટર ઉપેન્દ્રસિંહ રાઉલજીએ ખોડાંબા–૨ રાઉન્ડના ફોરેસ્ટર નેહાબેન આઈ. ચૌધરી, નિલમબેન એ. ચૌધરી, બીટગાર્ડ કાલીબેલ તથા રોજમદારો સાથે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ સ્થળ તપાસ કરી હતી અને દિપડીના બચ્ચાંનો કબજો લઈ ખોડાંબા હેડકવાર્ટર ખાતે રાખવામાં આવ્યો હતો.

ખેતર માંથી મળી આવેલ દીપડાના બચ્ચાંની ઉંમર ૩ માસ જણાય છે.માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી. રાઉલજી ના માર્ગદર્શન હેઠળ દિપડીના બચ્ચાં જે સ્થળ પરથી મળી આવ્યા હતા એ સ્થળ પર સીસીટીવી, ટ્રેપ કેમેરા ગોઠવી બચ્ચાંને બાસ્કેટમાં મુકી તેની માતા સાથે પૂનઃ મિલન કરાવવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.