સોખડા સ્વામિનારાયણ મંદિર ના ગુણાતીત સ્વામી નું અવસાન,મૃતદેહ ને વડોદરા ની સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો

વડોદરા જિલ્લા ના હરિધામ સોખડા મંદિરમાં ગાદીના ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સંતનું રહસ્યમય સંજોગોમાં મોત બે દિવસ અગાઉ સ્વ.ગુણાતીત સ્વામીએ બાકરોલ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અંતિમક્રિયા રોકાવી પેનલ પોસ્ટમોર્ટમની હરિભક્તોની માંગ હરિધામ સોખડા મંદિરમાં ગાદીના ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી જૂથના સંતનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે.

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી ગયેલા હરિભક્તોએ તાત્કાલિક અંતિમ ક્રિયા રોકાવી મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી મોત અંગે શંકા ઉપજાવી છે. અત્રે નોંધનીય છે કે, ગાદીના ગજગ્રાહ વચ્ચે લોહિયાળ પડઘાના સંકેતનો વર્તારાનો ભાસ થતો હતો. તેવામાં હવે પ્રબોધ સ્વામી જૂથના સંતનું શંકાસ્પદ મોત અનેક સવાલો ઊભા કરે છે.. હાલ પરિસ્થિતિ જોતા હરિધામ સોખડામાં અંતિમ ક્રિયા માટે ઉતાવળિયો પ્રયાસ પણ થઈ રહ્યો છે.

આમ,રહસ્યમય સંજોગોમાં સંતનું મોત નિપજતા હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. અને રહસ્યમય મોત સામે અનેક સવાલો ઉભા થતા નિષ્પક્ષ તપાસની માગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય કે, અગાઉ પ્રબોધ સ્વામી સહિતના સંતો કોર્ટના હુકમ બાદ સોખડા ધામ છોડી બાકરોલ સહિતના સ્થળે રવાના થયા હતા. આમ, ગાંદીના ગજગ્રાહમાં પ્રતિષ્ઠા દાવ પર લાગતા હરિભક્તોમાં છૂપો રો