રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લઈ રેડ કરી, આ ગેરીરિતીનો પર્દાફાશ કર્યો

અનઅધિકૃત રીતે કલેકટર ઓફિસમાં બેસીને કામ કરે અને મારા વકીલ મિત્રો મને ફરિયાદ ના કરે અને સામાન્ય નાગરિક કરે ત્યારે મને આશ્ચર્ય થાય છે જે ચલાવી લેવામાં નહીં આવે.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક કોઈને જાણ કર્યા વિના જ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી.   સરકારી અધિકારીની ઓફિસ પર એક વ્યક્તિ અનધિકૃત બેઠો હતો અને વહીવટ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. મહેસુલ મંત્રી અરજદારો સાથે વાતચીત કરી અરજદારો સાથે તેમના કામ અંગે વિગતો મેળવી હતી.   અગાઉ પણ મહેસુલ હેઠળની કચેરીની ઓચિંતી મુલાકાત તેઓ લઈ ચૂક્યા છે. રાજ્યના મહેસૂલ મંત્રી ગાંધીનગર કલેકટર ઓફિસમાં આ રીતની ગેરરીતી નો પર્દાફાશ કર્યો કેમ કે એક વીડિયો પણ કોઈકે મોકલ્યો હતો.       રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા મને માહિતી મળી હતી કે ગાંધીનગર કલેકટર ઓફિસમાં એક સર્કલ મહેસૂલ વિભાગમાં બેસે છે અને ત્યાં અનઅધિકૃત રીતે એ જગ્યાએ અન્ય વ્યક્તિ બેસે છે. સહી ફક્ત ઓફિસિયલ સર્કલ ના અધિકારી કરે છે અને આ વિડીયો લાઇવ જોયો હતો અને તે જોયા બાદ લોકેશન લઈ અંદર ગયો અને ત્યાં ચારથી પાંચ વકીલ બેઠા હતા પરંતુ અધિકારી પોતાની જગ્યાએ નહોતા બેઠા અને ક્લાર્કની જગ્યાએ બેઠા હતા.    અધિકારીની જગ્યાએ અધિકૃત વ્યક્તિ બેઠા હતા ફાઇલોનો નિકાલ કરતા હતા આ કોઈ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં આ જોવાની જવાબદારી કલેકટર ડેપ્યુટી કલેક્ટર અને વિભાગના વડાની છે સાથી કર્મચારી અને અધિકારી નિષ્ઠાવાન મને જણાય ત્યારે તેમણે તે અહીં ચારથી પાંચ મહિનાથી બેસે છે તેવું તેમણે જણાવ્યું હતું.    અનઅધિકૃત રીતે કલેકટર ઓફિસમાં બેસીને કામ કરે અને મારા વકીલ મિત્રો મને ફરિયાદ ના કરે અને સામાન્ય નાગરિક કરે ત્યારે મને આશ્ચર્ય થાય છે જે ચલાવી લેવામાં નહીં આવે.