#ગુજરાત_સ્થાપના_દિવસ : ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવ્યું.

જાયન્ટસ પિપલ્સ અને જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા આયોજિત સેવા પ્રવૃતિ માં પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહભાગી બન્યા..

ગુજરાત સરકાર દ્વારા તા. 1 મેં ના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણ ઉજવવામાં આવનાર છે જે અંતર્ગત પાટણ જિલ્લા વહીવટીતંત્ર ના માર્ગદર્શન હેઠળ પાટણ ની વિવિધ સંસ્થાઓ તા 26/04/2022 ના રોજ થી વિવિધ સેવાકીય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે.
ગુરૂવારના રોજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન અને જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલ માં ઈન્ડોર દર્દીઓ ને ફ્રૂટ ની કીટ નું વિતરણ કરી ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી માં સહભાગી બન્યા હતા.


દર્દીઓને ફુટ વિતરણ ના સેવા પ્રોજેક્ટમાં ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત જાયન્ટ્સ પાટણ પ્રમુખ નટવરભાઈ દરજી,ખજાનચી નૈમેષભાઈ ગાંધી,કિરીટભાઈ ગાંધી,દિલીપભાઈ ખમાર,ગોપાલસિંહ રાજપૂત નરેશ રાજપુરોહિત, સોનીભાઈ,હેમંત તન્ના સહિતના મિત્રોએ હાજરી આપી સેવાનો લાભ લીધેલ હતો.