#ગુજરાત_સ્થાપના_દિવસ : સચિવ વિજય નહેરાની અધ્યક્ષ સ્થાને ગૌરવ દિવસની ઉજવણીની તૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ…

પાટણ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. પાટણ જિલ્લામાં ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ કામોના ઇ-ખાતમુર્હુત,ઇ-લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્મો યોજાનાર છે.આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ ભાગ રૂપે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાની ઉપસ્થિતિમા ગુરુવારે બેઠક યોજાઇ હતી.


જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ સચિવને ગૌરવ દિવસ નિમિતે આયોજિત થનાર કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્મોની ઉજવણી ગરીમાપૂર્ણ થાય તે અંતર્ગત વિજય નહરાએ વિવિધ સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પાટણ જિલ્લામાં ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમોના સ્થળોની મુલાકાત કરી વિવિધ સૂચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા