#PATAN_CITY : શ્રી પરશુરામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સહભાગી કાયૅકરોને સન્માનિત કરી આભાર વ્યક્ત કરાયો..

મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાભાવી યુવાનો ની સેવાકીય પ્રવૃતિઓ ને સરાહનીય લેખાવી કાયમી આવી જુથ બંધી બની રહે તેવી કામના વ્યક્ત કરી..

ભગવાન શ્રી જગન્નાથજી ના મંદિર સાનિધ્યમાં નવ નિર્મિત શ્રી પરશુરામ મદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ખભે ખભો મિલાવીને પ્રસંગને સફળ બનાવવા સહભાગી બનેલાં સેવાભાવી કાર્યક્રમોનો અભિવાદન સાથે આભાર દશૅન કાયૅક્રમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ સેવાભાવી યુવાનોની દિવસ રાત જોયા વિના હજારો ભાવિક ભકતો માટે ભોજનની સુંદર વ્યવસ્થા સહિતના કાર્યો માટે ખડે પગે ઊભા રહી સાંકડા રસ્તાઓ , નાની વાડીઓ હોવા છતાં પોતાની આગવી કોઠા સૂઝ તેમજ સેવા ભાવનાથી શ્રી પરશુરામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા ભૂદેવો તેમજ આમંત્રિત મહેમાનોની સેવામાં તત્પર રહેલા દરેક કાર્યકરોને શુભકામનાઓ પાઠવી હતી તો ટ્રસ્ટના સિનિયર ટ્રસ્ટી પ્રવીણભાઈ બારોટ, અમરતભાઈ મહેતા,અશોકભાઈ ત્રિવેદીએ પણ યુવાનો ની સેવા પ્રવૃતિ ને બિરદાવી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.


આ પ્રસંગે ટ્રસ્ટી હર્ષદભાઈ રાવલ અને પુજારી કનુભાઈ શુક્લ તેમજ પ્રવીણભાઈ બારોટે યુવાનો ને કાયમી ધોરણે સંગઠનને મજબૂત બનાવી રાખવા અપીલ કરી હતી.તો સેવાભાવી
કાર્યકરોની સેવા પ્રવૃતિ ની યાદગીરી રૂપે જાણીતા ગવૅમેન્ટ એપ્રુવ કોન્ટ્રાક્ટર અને આજ વિસ્તારના યુવા સેવાભાવી અગ્રણી મયુરભાઈ પટેલ પરિવાર દ્વારા નાનકડી ભેટ અપૅણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્વાદિષ્ટ ભોજન બનાવનાર કાંતિભાઈ પટેલ તેમજ તેમના પુત્ર સચિનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ રસોઈ ની મુક્તમને પ્રશંસા કરવામાં આવી હતી.

તો પ્રાણ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ આયોજિત ભજન સંધ્યામાં વિના મૂલ્યે સેવા આપનાર પાટણના જાણીતા કલાકાર ધિરેનભાઈ મહેતા , ગોરલબેન ત્રિવેદી,ધવલ રાવલ તેમજ તેમના કલાકારો ની ટીમ ની ખાસ નોંધ લેવામાં આવી હતી તો ધીરેન મહેતાએ પરશુરામ મંદિર તેમજ જગદીશ મંદિરના કારક્રમો માટે આજીવન વિના મૂલ્યે સેવા આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત સૌ કોઈ એ આનંદ વ્યક્ત કર્યો હતો.જયારે મંદિરના યુવાન પૂજારી કનુભાઈ શુક્લએ સૌ યુવા સેવાભાવી ભકતોની પરમાત્મા રક્ષણ કરે તેવી મંગલ કામના સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.