#ગુજરાત_સ્થાપના_દિન : પાટણ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે અધતન અને આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું.

એસ પી સાહિત સી એમ સિક્યુરિટી અને શહેરીજનોએ પ્રદર્શન ની મુલાકાત લીધી..

શસ્ત્ર પ્રદર્શન નો ઉદેશ લોકોમાં દેશપ્રેમની લાગણી પ્રગટે તે રહેલો છે.

પાટણ તા.૨૯
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાટણ ખાતે થઇ રહી છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસે પાટણના નાગરિકો સૈન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ લોકો માં રાષ્ટ્રભાવના વિકસે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે શસ્ત્ર પ્રદર્શન આયોજીત કરાયું છે.જે શસ્ત્ર પ્રદર્શન ને શુક્રવારના રોજ જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે ખુલ્લું મુકાયું હતું.

શસ્ત્ર પ્રદર્શન ને બી.એસ એફ અને પોલીસ જવાનો સહિત સી એમ સિક્યુરિટી સ્ટાફ સહિત પાટણના નગરજનોએ નિહાળ્યું હતું. અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શન દ્વારા રાષ્ટ્ર સુરક્ષા અને તેના માટે બલિદાનએ ભારતીય સેનાની પરંપરા રહી છે. ખૂબ કપરા સંજોગો અને સ્થળોએ સેનાના જવાનો દિવસ રાત ફરજ બજાવે છે. વિશ્વ આખામાં ભારતીય સેનાનું શિસ્ત જાણીતું છે. દુશ્મ્ન દેશના પડકારનો કેવી રીતે સામનો કરે છે ? તેમાં કેવા શસ્ત્ર-સરંજામનો ઉપયોગ થાય છે તે આ પ્રદર્શનના માધ્યશમથી યુવાનો જાણી શકે તેવો ઉદ્દેશ ને ચરિતાર્થ કરવા આ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે.


લોકો માં નાનપણથી જ રાષ્ટ્ર ભાવના કેળવાય અને દેશભક્તિના ગુણો વિકસે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત આ શસ્ત્ર પ્રદર્શનનું આજથી શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં દેશની રક્ષા પ્રણાલીઓ વિવિધ આધુનિક અને ઉચ્ચ મારક ક્ષમતા ધરાવતા નાના-મોટા રાઇફલથી માંડી અધતન અને આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ શસ્ત્ર પ્રદર્શન ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના રાજકીય આગેવાનો રવિવાર ના રોજ સવારે 11-45 કલાકે નિહાળનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.