OBC ઉમેદવારોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટે નો અભિપ્રાય :…….

કહ્યું- વધુ માર્કસ મેળવનારા જનરલ કેટેગરીની સીટો માટે હકદાર

જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી. વી. નાગરથનાની ખંડપીઠે 1992ના ઈન્દ્રા સાહની વિ. યુનિયન ઓફ ઈન્ડિયા સહિત સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓની નોંધ લીધી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીના એવા ઉમેદવારોને સામાન્ય કેટેગરીમાં સમાવવાની જરૂર છે જે સામાન્ય વર્ગમાં નિયુક્ત થયેલા છેલ્લા ઉમેદવારો કરતાં વધુ ગુણ ધરાવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા સંજોગોમાં અનામત બેઠકો માટે ઓબીસી ઉમેદવારોની જ નિમણૂક પર વિચાર કરી શકાય નહીં.  સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પરિણામે સામાન્ય કેટેગરીમાં તેમની નિમણૂકને ધ્યાનમાં લીધા પછી અનામત બેઠકો મેરિટના આધારે બાકીના અનામત વર્ગના ઉમેદવારોમાંથી ભરવાની જરૂર છે..

જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી. વી. નાગરથનાની ખંડપીઠે 1992ના ઈન્દ્રા સાહની વિ. યુનિયન ઓફ ઈન્ડિયા સહિત સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓની નોંધ લીધી હતી. ચુકાદા પર આધાર રાખીને બેન્ચે અનામત કેટેગરીના ઉમેદવાર માટે હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ રાજીવ ધવનની રજૂઆતને સ્વીકારી કે અનામત કેટેગરીના ઉમેદવારોને સામાન્ય કેટેગરીના ઉમેદવારોની યાદીમાં છેલ્લા ઉમેદવારો કરતાં વધુ માર્ક્સ આવવા જોઈએ.

તેમણે કહ્યું કે આવા ઉમેદવારને સામાન્ય શ્રેણી હેઠળ ધ્યાનમાં લેવાની જરૂર છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા ઉમેદવાર કરતાં વધુ હોશિયાર છે બેન્ચે અવલોકન કર્યું હતું કે બે ઉમેદવારો આલોક કુમાર યાદવ અને દિનેશ કુમાર જેઓ ઓબીસી કેટેગરીના છે, તેમને સામાન્ય કેટેગરીમાં એડજસ્ટ કરવાની જરૂર છે કારણ કે તેઓ સામાન્ય કેટેગરીમાં નિમણૂક કરાયેલા ઉમેદવારોની યાદીમાં છેલ્લા ઉમેદવારો કરતાં વધુ મેરિટોરીયસ છે અને તેમની નિમણૂંકો અનામત શ્રેણી હેઠળ જ ભરવી જરુરી નથી.