#PATAN_SCHOOL : ઉદય કુમાર બાલમંદિર નાં બાળકો ને દાતા પરિવાર દ્વારા પોષ્ટીક નાસ્તો પિરસવામાં આવ્યો..

પાટણ તા.૨૯
ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી અનુસંધાને શુક્રવારના રોજ પાટણની સર્વોદય કેળવણી મંડળ સંચાલિત ઉદય કુમાર બાલ મંદિરમાં બાળકોને નાસ્તા વિતરણનો કાર્યક્રમ દાતા પાટીદાર કિસાન સેનાના મંત્રી જીતુભાઈ પટેલ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાટણના ધારા સભ્ય ડો.કિરીટભાઇ પટેલ,પાટણ મામલતદાર ચાર્મીબેન પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશન પાટણના મુકેશભાઈ દેસાઈ, કિસાન સેના પ્રમુખ પિંકલ પટેલ, સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ વિજયભાઈ, મધુભાઈ, અંબાલાલભાઈ, દિપકભાઈ, જયેશભાઈ સહિત તમામ કાર્યકરોએ હાજરી આપી ગૌરવવંતા ગુજરાતના સ્થાપના દિન ની ફૂલની પાંખડી સમાન ઉજવણી કરી સ્થાપના દિવસની ઉજવણી માં સહભાગી બન્યા હતા. મંડળ ની શિક્ષિકા બહેનો અને આચાર્ય બહેન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ મોટો સહકાર આપ્યો હતો.