#PATAN : કસારવાડા યુથ ક્લબ પાટણ દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો…

જરૂરિયાત મંદ પરિવારના લોકોએ પોતાના રોગોનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું..

પાટણ તા.૨૯
તારીખ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઐતિહાસિક નગરી પાટણ ખાતે કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ના કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારના રોજ પાટણ શહેરના કસારવાડા યુથ કલબ દ્વારા ધારપુર મેડિકલ કોલેજ અને તાલુકા હેલ્થ કચેરી પાટણ ના સહીયોગ થી ધીવટા મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત કરાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પ નો પ્રારંભ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો હતો. કસારવાડા યુથ કલબ પાટણ દ્વારા ધારપુર મેડિકલ કોલેજ અને તાલુકા હેલ્થ કચેરી પાટણ ના સહયોગથી આયોજિત કરાયેલા વિશ્વ સર્વરોગ નિદાન કેમ્પનો પાટણ શહેરના જરૂરિયાત મંદ લોકો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના રોગોનું નિષ્ણાત તબીબો પાસે નિશુલ્ક નિદાન કરાવ્યું હતું. કસારવાડા યુથ કલબ પાટણ દ્વારા આયોજિત કરાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પ ને સફળ બનાવવા યુથ ક્લબના સેવાભાવી સભ્ય સહિત આ વિસ્તારના કોર્પોરેટર દિક્ષિત પટેલ દ્વારા જહેમત ઉઠાવી હતી.