#PATAN : આઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ ખાતે પુસ્તક પ્રદર્શન યોજાશે..

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત સરકારી જિલ્લા પુસ્તકાલય, પાટણ ખાતે તા.૧ અને તા.૨ મે ના રોજ “આઝાદીનો અમૃત્ત મહોત્સવ” અંતર્ગત આઝાદી પર્વને સબંધિત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી સંબંધિત સાહિત્યના ૧૦૦૦ થી વધું પુસ્તકોનું વિશાળ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા.૧ મે ૨૦૨૨ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ડી.એ. હીંગુ, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ, પાટણના વરદહસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.
આ કાર્યક્રમ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે તેમજ વધુમાં-વધુ પ્રજાજનો આનો લાભ લઈ શકશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.