#PATAN : ક્રિષ્ના ગૃપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો..

પાટણ, મહેસાણા અને અમદાવાદ ના તબીબો દ્વારા દદીઓ ને તપાસી જરૂરી દવાઓ આપી..

ગુજરાત રાજ્યના ગૌરવ દિવસની પાટણ ખાતે આયોજિત ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ પાટણ શહેરની તમામ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે શુક્રવારના રોજ પાટણ શહેરની ગોપાલક વિદ્યાલય ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા મેઘા મેડિકલ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.


આ મેઘા મેડિકલ કેમ્પમાં પાટણ, મહેસાણા, અમદાવાદ સહિતના ૨૫ જેટલા તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિશુલ્ક નિદાન સાથે નિશુલ્ક દવા નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યમાં યોગદાન આપનાર તમામ તબીબોને કિષ્ના ગૃપ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી,ધારપુર હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. મનીષ રામાવત, શૈલેષભાઈ પટેલ, ડો અવની આલ,ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ કિરણ દેસાઈ સહિતના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.