#SURAT : રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયાની ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ માટે પસંદગી.

સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયાની ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ માટે પસંદગી. ૧લી મે- ગુજરાત સ્થાપના દિને પાટણ ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત થશે. રાજયકક્ષાએ સુરતનું ગૌરવ વધારતી દિવ્યાંગ દીકરી અન્વી.

સુરત ની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયા ની ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ માટે પસંદગી.

સરકાર દ્વારા આપવા માં આવવા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ” માટે સુરતની રબર ગર્લ તરીકે પ્રખ્યાત અન્વી વિજય ભાઈ ઝાંઝરૂકિયા ની પસંદગી કરવામાં આવી છે. તા.૧લી મે- ગુજરાત સ્થાપના દિનની પાટણ ખાતે રાજ્ય કક્ષા ની ઉજવણી પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી અને મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના હસ્તે આ એવોર્ડ અન્વી ને એનાયત કરવામાં આવશે.

નોંધનીય છે કે, રબર ગર્લ દિવ્યાંગ એવી અન્વી શારીરિક સમસ્યા ઓ અને મર્યાદાઓ હોવા છતા યોગક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષા એ અનેક ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા છે. તેને ત્રીજી ડિસેમ્બર-૨૦૨૧ ના રોજ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા, ૨૪ મી જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તથા ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી. જેમા વધુ એક એવોર્ડ મેળવી ને સુરતનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.