#PATAN_CRIME : હનીટ્રેપ કરી પૈસા પડાવતી ગેંગના બે ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સાયબર ક્રાઈમ સેલ તથા એલસીબી પાટણ..

ફરાર ત્રણ સાગરીતો ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા..

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીય,સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ
અધિક્ષક વિજયકુમાર પટેલ પાટણ નાઓએ પાટણ જીલ્લામાં બનતા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ તંત્ર ને સુચના કરેલ હોય જે આધારે ગુરવારના રોજ પાટણ સીટી બી ડીવી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૨૧૭૦૨૦
૨૨૦ ૩૧૩/૨૦૨૨ ઈ.પી.કો.
કલમ ૩૮૪,૪૦૬,૩૨૩,૫૦૪,
૫૦૭, ૧૧૪, ૨૯૪(બી), ૫૦૬
(૧),૧૨૦(બી) મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ અને સદર ગુનાના કામના આરોપીઓએ ફરીયાદીને બ્લેકમેઈલ કરી રૂ.૧,૦૦,૦૦૦/-પડાવેલ તથા વધુ પૈસાની માંગણી કરવાનુ ચાલુ હોઇ જેથી આ કામના ફરિયાદીએ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ પાટણ સીટી બી ડીવી પો.સ્ટે ફરીયાદ નોંધાવેલ જે ગુનાના આરોપીઓ પકડવા પોલીસ અધિક્ષક પાટણ
નાઓએ સુચના કરતા આર.કે.પટેલ પો.સબ ઈન્સ સાયબર ક્રાઈમ સેલ પાટણ તથા સાયબર ક્રાઈમ સેલ ના માણસો તથા એલ.સી.બી.સ્ટાફના માણસો ફરીયાદીને સાથે રાખી ટ્રેપ ગોઠવી બે ઈસમોને એક હીરો હોન્ડા સ્પ્લેડર પ્લસ મોટર સાયકલ નંબર જી.જે.૨૪એ.કે. ૫૨૮૩ કિ.રૂ.૫૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૧૦૦૦/-મળી કુલ કિ.રૂ.૭૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી.કલમ- ૪૧(૧)(બી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ બી ડીવી પો.સ્ટે ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપીઓમાં
(૧)નવઘણજી દેવાજી રામાજી દરબાર (પરમાર) રહે વામૈયા કાયાણી પાર્ટી,
લક્ષ્મીપુરા તા.સરસ્વતી જી.પાટણ.(૨) મંગાજી બચાજી ચમનજી ઠાકોર રહે વામૈયા વાલાણી પાર્ટી,નશાપુરા,તા.સરસ્વતી જી.પાટણ જ્યારે ફરાર આરોપીઓ (૧) લાલાજી ઠાકોર રહે ખારીવાવડી તા.જી.પાટણ(૨) પટણી ગણેશ ઉર્ફે ગણો રહે પાટણ મીરા દરવાજા તા.જી પાટણ
(૩) ઠાકોર વરસંગજી રહે.તાજપુર તા.સરસ્વતી જી.પાટણ ને પકડવાના પોલીસ દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.