#PATAN : દીકરીને મળવા આવેલ માતા ભૂલી પડતાં દસ દિવસ રઝળ્યા,181ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

અમદાવાદથી પાટણમાં દીકરીને મળવા આવેલ માતા ભૂલી પડતાં દસ દિવસ રઝળ્યા,181 ટીમે કાઉન્સેલિંગ કરી વૃદ્ધાને ઘરે પહોંચાડ્યા હતા.

પાટણ માં રહેતી દીકરી ને મળવા અમદાવાદ થી આવેલ વૃદ્ધ માતા ભાન ભૂલતા સરનામના અભાવે દસ દિવસથી શહેરમાં રઝળતા 181 અભયમ ટીમને મળી આવતા અંતે ટીમે કાઉન્સેલિંગ કરી વૃદ્ધાને ઘરે પહોંચાડ્યા હતા.

પાટણ શહેરમાં ઉંમર લાયક વૃદ્ધ મહિલા ભાન ભૂલી ગયેલ હાલતમાં પરિવારનું સરનામું કે કોઈ માહિતી યાદ ન હોય અલગ અલગ સ્થળો પર રઝળપાટ કરી રહ્યા હોય એક જાગૃત નાગરિકને મળતા વૃદ્ધ માજીની મદદ માટે પાટણ 181 અભયમને જાણ કરતા કાઉન્સેલર કામિનીબેન અને મહિલા પોલીસ શર્મિષ્ઠાબેન સ્થળ ઉપર પહોચ્યા હતા.

જ્યાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને પુછપરછ કરતાં તેણી સામાન્ય માનસિક અસ્થિર હોવાનું જણાયું હતુ. જેમણે વારંવાર પાટણના એક વિસ્તારનું નામ લેતાં ત્યાં લઇ ગયા હતા. જેઓ તેમના સબંધી હોવાનું માલુમ પડતાં સહી સલામત પરિવારને સોંપ્યા હતા. વધુમાં માજી 10 દિવસ અગાઉ અમદાવાદ ખાતે પુત્રના ઘરેથી પાટણ દીકરીને મળવા જાઉ છંુ તેમ કહીં ઘરેથી નીકળી ગયા હતા.પાટણમાં ભૂલા પડ્યા હતાં. પરિવાર પણ શોધખોળમાં લાગેલો હતો.અંતે મળી જતા હાશકારો અનુભવ્યો હતો.