#ગુજરાતસ્થાપનાદિવસ : ઉજવણી નાં ઉપલક્ષ્યમાં શહેરની તમામ પ્રતિમાઓને દુધ નાં અભિષેક સાથે શુદ્ધ બનાવવામાં આવી..

કસારવાડા યુથ કલબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા..

ઐતિહાસિક નગરી પાટણ ખાતે તારીખ ૧લી મેના રોજ આયોજીત રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પ્રસંગને લઈને પાટણ શહેર નાં કસારવાડા યુથ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારની મોડી રાત્રે કસારવાડા યુથ કલબ નાં સભ્યો દ્વારા પાટણ નગરની તમામ મહાનુભવો ની પ્રતિમાઓને દૂધ થી અભિષેક કરી સાફ સફાઈ કરવાં આવી હતી.


કસારવાડા યુથ કલબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મા ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત ભાજપના આગેવાનો કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કસારવાડા યુથ કલબના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલ સહિતના સભ્યોની સેવા પ્રવૃતિને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.