#PATAN : પ્રજાપતિ પરિવાર દ્વારા પરંપરા અનુસાર ચૈત્રી માસમાં પુત્ર પ્રાપ્તિ ના કુળદેવી માતાજી ના ભક્તિ સભર માહોલમાં ગરબા યોજાયા..

સંગીત પાર્ટી ના સથવારે પ્રજાપતિ પરિવારે કુળદેવી માતાજી ની આરાધના માટે રાસ ગરબાની રમઝટ બોલાવી..

પ્રજાપતિ પરિવારના સગા સબંધીને સ્નેહી મિત્રો એ ઉપસ્થિત રહે માતાજીના ગરબા ના દર્શન પ્રસાદનો લાભ લઇ વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી..

પવિત્ર ચિત્ર માસમાં અનેક ધાર્મિક ઉત્સવો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કથા શ્રવણ સહિતના કાર્યક્રમો પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા દ્વારા આયોજિત કરી સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બનાવવામાં આવ્યું છે ત્યારે પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા વર્ષોની પરંપરાનુસાર પરિવારમાં પુત્રની પ્રાપ્તિ ને લઈને સંપૂર્ણ ચૈત્ર માસ દરમિયાન આયોજિત કરાતા કુળદેવી માતાજી ના ચૈત્રી ગરબાનું આયોજન ચાલુ ચૈત્ર માસમાં પણ પ્રજાપતિ સમાજ નાં પરિવારજનો દ્વારા મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર માં કરવામાં આવ્યું હતું

ત્યારે આ ચૈત્રી માસ નાં કુળદેવી માતાજી ના એક માસના ગરબાનાં અંતિમ દિવસોમાં પ્રજાપતિ પરિવાર દ્વારા માતાજીના ગુણગાન સાથે રાસ ગરબાની રમઝટ મચાવવા સંગીત પાર્ટીને બોલાવી મોડી રાત સુધી કુળદેવી માતાજી ને રાજી કરવામાં આવ્યા હતા તો આ ધાર્મિક પ્રસંગે પ્રજાપતિ પરિવારના સગા સંબંધીઓ અને મિત્રોએ ખાસ ઉપસ્થિત રહી માતાજીની લ્હાણી પ્રસાદ સાથે રાસ ગરબા માં સહભાગી બની કુળદેવી માતાજી ના આશીર્વાદ મેળવી સમગ્ર પરિવાર સહિત વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.