#PATAN : શિવાલય સેવા સમિતિ દ્વારા મહાઆરતી સાથે ભગવાન શિવનાં ભજન કરાયા..

જિલ્લા કલેકટર, પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિતના આગેવાનો ધાર્મિક કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા..

ગુજરાત રાજ્યના સ્થાપના દિન અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, વોર્ડ નંબર-૧ વિસ્તારમાં આવેલ નગર દેવી કાલીકા માતાજીના મંદિર પરિસર ની સામે ની વાવની જગ્યાએ થી ખોદકામ દરમિયાન મળી આવેલા શિવ લિંગ ની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સ્થાપના કરી શુક્રવારના રોજ શિવાલય સેવા સમિતિ પાટણ દ્વારા મહાઆરતી – ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


આ ધાર્મિક પ્રસંગે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટી, ભાજપા પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલ,વિસ્તારના કોર્પોરેટરો સહિત ભાજપના આગેવાનો કાયૅકરો અને પાટણના પ્રબુદ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથ ની આરતી, પ્રસાદ સહિત ભક્તિ સંગીતના કાર્યક્રમનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.