#ગુજરાતસ્થાપનાદિવસ : પાટણ માં સ્થાપના દિન ની ઉજવણી નિમિતે સાયકલ યાત્રા યોજાઈ…

જિલ્લા કલેકટર સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં કાયૅકરો સાયકલ યાત્રામાં જોડાયા..

સીમાજન કલ્યાણ સમિતિ પાટણ અને પાટણ રાઇડર સાઈકલિંગ કલબ દ્વારા ૬૨ માં ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી નિમિત્તે શનિવારના રોજ સાયકલિંગ રાઈડ નું આયોજન કરવામાં આવેલ હતું.


ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં આયોજિત આ સાયકલ યાત્રા માં જીલ્લા કલેકટર સુપરિતસિંગજી ગુલાટી , ધારપુર મેડિકલ કોલેજના ડિન ડો . મનીષભાઈ રામાવત

મહેસાણા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ ,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ , રિલાયન્સ ફાઉન્ડેશન પાટણના મુકેશભાઈ દેસાઈ , આર એસ એસ કાયૅકતૉ પારસભાઈ ઠક્કર , દેવાંગભાઈ સાલવી , ડો. નિલેશભાઈ પટેલ સહિત સીમાજન કલ્યાણ સમિતિ ના કાર્યકર્તાઓ, પાટણ રાઈડર સાઈકલિંગ કલબ ના સભ્યો અને પાટણ નાં પ્રબુધ્ધ નગરજનો જોડાયા હતા. આ સાયકલ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી માં શહેરીજનો ને ઉપસ્થિત રહી યાદગાર બનાવવા નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.