#PALANPUR_POLICE : LCB એ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

આગથળા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ, SX4 ગાડી સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર

આગથળા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૯  કી.રૂ.૬૬,૭૬૦/- તથા મોબાઈલ નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦/- તથા મારુતિ SX4 ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૨,૭૬,૭૬૦/- સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ.યશવંતસિંહ, તથા હેડ. કોન્સ. રાજેશભાઈ, દિલીપસિંહ તથા પો.કોન્સ  નિશાંત, જોરાવરસિંહ, ગજેન્દ્રદાન, લક્ષ્મણસિંહ નાઓ આગથળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ એક સિલ્વર કલરની મારુતિ SX4 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ડીસા તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે રમુણ ગામ પાસે વોચમાં હતા.

તે દરમિયાન હકીકત વાળી ગાડી આવતા પીછો કરી રમુણ ગામના બસ સ્ટેન્ડ પાસે આ sx4 ગાડી પકડી પાડી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૯ કી.રૂ.૬૬,૭૬૦/- તથા મોબાઈલ નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦/- SX4 ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ. ૨,૭૬,૭૬૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) ઈશ્વરગિરી કિશોરગિરિ ગૌસ્વામી. હાલ રહે. કિડાણા તા. ગાંધીધામ ભુજ. મૂળ રહે. બાસની સેકન્ડ ફેરી હિન્દુસ્તાન ગાવર ગામ પાસે જોધપુર રાજસ્થાન તથા દારુ ભરાવનાર – છગનસિંહ સોઢા રહે- બાડમેર વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.