ગુજરાતમાં નો રીપિટ થીયરી લાગું થઈ શકે છે……જાણો BJP પ્રમુખ જે પી નડ્ડા ના સંકેત

2024 પહેલા પણ તેમણે મોટા સંકેત બદલાવના આપ્યા,તેમને કરેલા આ સંકેતને જોતા સૌ કોઈ જૂના ધારાસભ્ય, તાજેતરમાં જ મંત્રીમંડળના છ મહિના પહેલા જ શપથ લઈ ચૂકેલા મંત્રીઓ પણ ઘેરી ચિંતા

ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા જેપી નડ્ડાએ ગુજરાત એ રાજકીય પ્રયોગશાળા છે એવું કહેતા તેમને જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે આખુ મંત્રી મંડળ બદલી દેવામાં આવ્યું. આવું ભાજપમાં અને ગુજરાતમાં જ થઈ શકે છે. આ વાત તેમને અમદાવાદમાં ગઈ કાલે સંમેલનમાં કહી હતી.

આ સાથે તેમને વધુ એક સંકેત આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારે રાજકિય પ્રયોગો થશે તેવું પણ તેમને કહ્યું હતું. જેથી રાષ્ટ્રીય અધ્યક્ષે કહેલી આ વાત વિચાર માંગી લે તેવી છે કેમ કે આગામી સમયમાં વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે ત્યારે ઘણી સીટો કપાઈ શકે છે. નવાને ચાન્સ મળે તેવી શક્યતા છે. નો રીપિટ થીયરી લાગુ કરાય તો નવાઈ નહીં કેમ કે, ગુજરાતમાં ખાસ કરીને કોર્પોરેશનમાં આ પ્રયોગ કરાયો છે અને ગાંધીનગર સહીતની મનપામાં ધાર્યુ પરીણામ પણ ભાજપને મળ્યું છે. જેથી તેમને કરેલા આ સંકેતને જોતા સૌ કોઈ જૂના ધારાસભ્ય, તાજેતરમાં જ મંત્રીમંડળના છ મહિના પહેલા જ શપથ લઈ ચૂકેલા મંત્રીઓ પણ ઘેરી ચિંતા પ્રસરી છે. 

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સીઆર પાટીલ વચ્ચે તેને લઈને જરૂરથી અગાઉ ચર્ચા થઈ હોઈ શકે છે. માનવામાં એવું પણ આવ્યું છે કે, 182 ધારાસભ્યોની 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ લિસ્ટમાં કોણ સામેલ છે અને કોણ સામેલ નથી તેને લઈને અત્યારથી જ ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે જેપી નડ્ડાએ ગઈ કાલે અા વિધાન કહેતાની સાથે જ સૌ કોઈમાં ફરી આ વાતને લઈને ચિંતા વધી છે કેમ કે, અગાઉ ભાજપમાં એક જ સીટ પર જીતતા આવેલા ઉમેદવારોમાં કોને રીપિટ કરાશે કે પછી રીપિટ જ  નહીં કરાય આ ઉપરાંત 60થી વધુ વયના ધારાસભ્યોને પણ ટિકિટ નહીં આપવાની વાત અગાઉ સામે આવી છે. 

ગુજરાતનું આ મોડલ પણ અન્ય વિકાસના મોડલની જેમ રાજકિય મોડલ પણ દેશમાં પ્રસ્થાપિત થઈ શકે છે. જેપી નડ્ડાએ અન્ય રાજ્યોમાં સાંસદોે માટે પણ જાણે કોઈ સંકેત આપ્યો હોય તેમ તેમને જણાવતા કહ્યું કે, ગુજરાતમાં જે પ્રકારે રાજકિય પ્રયોગ થયો તેમજ આગામી 2024ની લોકસભાની ચૂંટણી બાદ પણ આવા પ્રયોગ કરવામાં આવશે, આ પ્રયોગ ક્યારે કેવી રીતે કરવા એ અમે નક્કી કરીશું. આટલું કહેતા જ 2024 પહેલા પણ તેમણે મોટા સંકેત બદલાવના આપ્યા હોય તેમ લાગી રહ્યું છે.