#PATAN : નગરપાલિકાના વેરા શાખામાં એડવાન્સ વેરા પેટે એપ્રિલ નાં અંતિમ દિવસ સુધીમાં અંદાજિત રૂ.5.50 કરોડની આવક થઈ..

વર્ષો જુના બાકી મિલકત ધારકો પાસેથી પણ વેરા શાખા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશને સધન બનાવાઈ..

પાલિકા ની સામાન્ય સભામાં ભૂગર્ભ અને પાણી વેરાની એડવાન્સ રકમ સ્વિકારવાની અવધી મેં માસ સુધી લંબાવવાનો સવૉનુમતે નિર્ણય..

3400 મિલકત ધારકોએ ઓનલાઇન રકમ જમા કરાવી મિલકત વેરામાં 15% નો લાભ મેળવ્યો..

પાટણ નગર પાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ 2022 ના એડવાન્સ વેરા વસુલાતની કામગીરી તારીખ 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવી છે ત્યારે શનિવારે એપ્રિલ માસના અંતિમ દિવસ સુધીમાં પાટણ મિલ્કત ધારકો એ અંદાજિત રૂ.5.50 કરોડની રકમ એડવાન્સ વેરા પેટે ભરપાઈ કરી ભૂગૅભ ગટર વેરો અને પાણી વેરાની એડવાન્સ ટેક્સ માફી નો લાભ મેળવ્યો હોવાની સાથે પાલિકા ની સામાન્ય સભામાં સવૉનુમતે કરાયેલા નિણર્ય મુજબ પાલીકા વેરા શાખા દ્વારા ભૂગૅભ ગટર વેરો અને પાણી વેરાની એડવાન્સ ટેક્સ માફી નો લાભ મિલ્કત ધારકો ને મે માસ નાં અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો હોવાનું પણ વેરા શાખા ના સુત્રોએ જણાવ્યું હતું.


પાટણ નગર પાલિકાની આવકના મુખ્ય સ્રોત સમા વેરા વસૂલાત ની કામગીરી વેરા શાખા દ્વારા હાથ ધરવાની સાથે મિલ્કત ધારકો ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી તા.1 લી એપ્રિલ થી શરૂ કરવામાં આવી છે ત્યારે પાટણ શહેરના મિલ્કત ધારકો પણ પોતાના એડવાન્સ વેરા ભરપાઇ કરવા સવારથી જ પાલિકા ની વેરા શાખા માં લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે તો મિલકત ધારકો ને વેરો ભરપાઈ કરતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે પાલિકા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
જેના પગલે એપ્રિલ માસના અંતિમ દિવસે સુધીમાં પાટણ શહેરના મિલ્કત ધારકો દ્વારા એડવાન્સ વેરા પેટે પાલિકાની વેરા શાખા માં રૂ.5.50 કરોડ ની અંદાજીત રકમ ભરપાઈ કરી મિલકત વેરા માં અપાતી 10% રાહત નો લાભ મેળવ્યો છે જ્યારે 3400 મિલકત ધારકોએ ઓનલાઇન મિલ્કત વેરો ભરપાઈ કરી 15% મિલકત વેરામાં રાહત મેળવી છે.ગત વષૅ ની સરખામણી એ ચાલુ વર્ષે એડવાન્સ વેરા પેટે પાલિકાની વેરા શાખામાં રૂ.1 કરોડની આવક વધી હતી.તો પાલિકાની સામાન્ય સભામાં સવૉનુમતે લેલાયેલ નિર્ણય મુજબ ભૂગર્ભ અને પાણી વેરાની એડવાન્સ રકમ ભરપાઈ કરવાની અવધી એપ્રિલ માસની જગ્યાએ એક માસ નો સમય લંબાવી મેં માંસના અંતિમ દિવસની કરવામાં આવી હોવાનું વેરા શાખા ના મુખ્ય અધીકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.


પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા શહેરના વર્ષો જુના બાકી વેરા મિલકત ધારકો પાસેથી પણ બાકી વેરા વસૂલાત ની ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે અને આવા વર્ષો જુના બાકી મિલકત ધારકોને પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા કાયૅરત પ્રોત્સાહક વળતર યોજના નો પણ લાભ પાલીકા દ્વારા આપવામાં આવતાં શહેરના વર્ષો જુના બાકી મિલકત ધારકો પણ પોતાના વર્ષો જુનાં બાકી વેરા ની રકમ વેરા શાખા માં જમા કરાવી પાલિકા ની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનાવવા સહીયોગી બની રહ્યા છે તો કેટલાક બાકી મિલકત ધારકોને પોતાની વષો જુની મિલકત વેરાની રકમ ભરપાઈ કરવા વેરા શાખા દ્વારા નોટિસ ની બજવણી કરી વેરાની રકમ ભરપાઈ કરવા સુચિત કરવામાં આવ્યા હોય છતાં આવા વર્ષો જુના બાકી વેરા મિલકત ધારકો પોતાની બાકી રકમ વેરા શાખા માં ભરપાઈ નહીં કરતા આવા મિલકત ધારકો નાં ભૂગર્ભ અને પાણી કનેકશનો કાપવાની પણ કડક ઝુંબેશ વેરા શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓનલાઇન મિલ્કત વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો ને 31 મેં સુધી મિલકત વેરાની રકમ માં 15% રાહત સાથે પાછલી બાકી વેરાની રકમ ભરપાઈ કરવાની મુદત પણ લંબાવીને મેં માંસના અંતિમ દિવસ સુધી ની કરવામાં આવી હોવાનું વેરા શાખા અધીકારીએ જણાવ્યું હતું.