જિગ્નેશ મેવાણીને ગઈ કાલે જામીન આપ્યા બાદ કોર્ટે પોલીસે કરેલી ફરીયાદ અંગે આ વાત કહી

આ કેસમાં એક મહિલા વિરુદ્ધ જિગ્નેશ મેવાણીએ મારપીટ કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ વાતનો એ કહીને ઉઘડો લીધો કે, બે પોલીસ કર્મીઓની હાજરીમાં કસ્ટડીમાં મારપીટ એક મહિલા પોલીસ પર કેવી રીતે થઈ શકે

જિગ્નેશ મેવાણીની જામીન અરજી બારપેટા આસામ કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને જીગ્નેશ મેવાણીને ગઈ કાલે રાત્રે જ જામીન આપી દેવામાં આવ્યા છે. ત્યારે આસામ કોર્ટે આ મામલે ખોટી ફરીયાદ અંગે પોલીસનો ઉધડો લીધો હતો. જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ વડગામના ધારાસભ્ય વિરુદ્ધ અગાઉ ટ્વીટ કરવા મામલે તેમની ઘરપકડ કરવામાં આવી હતી અને તેના જામીન મળતા બીજો કેસ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં એક મહિલા વિરુદ્ધ જિગ્નેશ મેવાણીએ મારપીટ કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ વાતનો એ કહીને ઉઘડો લીધો કે, બે પોલીસ કર્મીઓની હાજરીમાં મારપીટ એક મહિલા પોલીસ પર કેવી રીતે થઈ શકે, કસ્ટડીમાં કોઈ વ્યક્તિ આ રીતે  મારપીટ ના કરી શકે તેમ બારપેટા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજે કહ્યું હતું ગુવહાટી હાઈકોર્ટને પણ કહ્યું કે, આસામ પોલીસમાં સુધારો થાય તેવો નિર્દેશ કર્યો છે.

આ સાથે કોર્ટે એ પણ કહ્યું કે જો પોલીસમાં સુધારો નહીં લાવવામાં આવે તો પોલીસ સ્ટે બની જશે. પરંતુ આ વચ્ચે આખરે કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહિલા પોલીસ પર કથિત હુમલા મામલે જામીન આપી દેવામાં આવ્યા છે. જિગ્નેશ મેવાણીએ પણ બહાર આવીને આ ફરીયાદને તેના વિરુદ્ધ ખોટી રીતે કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.