#CHANASMA : જાયન્ટ્સ ચાણસ્મા દ્વારા વડાવલી મુકામે પવિત્ર રમઝાન માસમાં ઇફતાર પાર્ટી નું આયોજન કરાયું..

જાયન્ટ્સ ચાણસ્મા દ્વારા વડાવલી મુકામે પવિત્ર રમઝાન માસ નિમિત્તે કોમી એખલાસ અને ભાઈચારા ની ભાવના સાથે ઇફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઈફ્તાર પાર્ટીમાં જાયન્ટસ પરિવાર ચાણસ્મા દ્વારા મુસ્લિમ બિરાદરો ને ખજૂર અને ફ્રૂટ નું વિતરણ કરી સમૂહમાં સાથે બેસી ભાઈચાર સાથે રહી ગામ,દેશ,રાજ્ય અને રાષ્ટ્ર નું ગૌરવ વધે તેવી ભાવના જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના વી.પી ઈશ્વરભાઈ પટેલ તેમજ મુસ્લિમ ધર્મ ગુરુ મૌલવી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.


ઈફ્તાર પાર્ટીમાં જાયન્ટ્સ પ્રમુખ વસંતભાઈ પટેલ ,ઉપ પ્રમુખ ચંદુભાઈ પટેલ,મંત્રી નારણભાઇ રાવળ, પૂર્વ પ્રમુખ વિનોદભાઈ પટેલ,સદસ્ય ભરતભાઇ પટેલ જી.ઇ.બી.,પ્રવીણભાઈ રાવલ, તેમજ વડાવલીના સરપંચ,બાબુભાઇ પટેલ ડેલીકેટ તથા તમામ ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જાયન્ટ્સ સદસ્ય અબ્દુલભાઇ શેરખાન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.