#ગુજરાત_સ્થાપના_દિન ની ઉજવણી ને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા ડબ્બે કરાયેલા ઢોરોને માથાભારે તત્વો દાદાગીરી સાથે છોડાવી ગયા..

રખડતા ઢોરો ને ડબ્બે કરવાની ઝુંબેશ માં પાલિકા સત્તાધીશો, જિલ્લા પ્રશાસન અને પોલીસ સહિયોગ આપે તેવી માંગ ઉઠી..

ઐતિહાસિક નગરી પાટણ માં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ ઉજવણી ને યાદગાર બનાવવા જિલ્લા પ્રશાસન સહિત પાટણ નગરપાલિકા દ્વારા પણ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે શનિવારના રોજ શહેરની માથા નાં દુઃખાવા રૂપ બનેલી રખડતાં ઢોરો ની સમસ્યા દૂર કરવા પાલિકા ની ઢોર ડબ્બા ટીમ દ્વારા શહેરના હાઈવે વિસ્તારમાં અડીંગો જમાવીને બેઠેલા રખડતાં ઢોરો ને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.


ઢોર ડબ્બા ટીમ દ્વારા મહામુસીબતે હાઈવે વિસ્તારમાં રખડતાં કેટલાક ઢોરોને ડબ્બે કયૉ હતાં પરંતુ કેટલાક માથાભારે રખડતાં ઢોરો ના માલિકોને આ બાબતે જાણ થતાં તેઓ હાથમાં ધોકા,લાકડીઓ લઈ ને સ્થળ પર દોડી આવ્યા હતા અને પાલિકા નાં ઢોર ડબ્બા ટીમ સાથે અસભ્ય વર્તન કરી દાદાગીરી સાથે ડબ્બે કરાયેલા ઢોરોને છોડાવી ગયા હતા.


એક તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ને યાદગાર બનાવવા જિલ્લા પ્રશાસન સહિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે પાલિકા ની ઢોર ડબ્બા ટીમ દ્વારા રખડતાં ઢોરો ની સમસ્યા દૂર કરવા હાથ ધરવામાં આવેલ પ્રસંસનિય કામગીરી માં કેટલાક માથાભારે રખડતાં ઢોરો નાં માલિકો દ્વારા આડખીલીરૂપ બની આ કામગીરી અટકાવતા અને તેઓની સામે લાચાર બનેલ ઢોર ડબ્બા ની ટીમ ના કમૅચારીઓને વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી છે ત્યારે સાચા અર્થમાં ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ને સાથૅક કરવા પાલીકા ની ઢોર ડબ્બા ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ રખડતાં ઢોરો ડબ્બે કરવાની ઝુંબેશ માં પાલિકા સત્તાધીશો સહિત જિલ્લા પ્રશાસન અને પોલીસ સહિયોગી બની માથાભારે રખડતાં ઢોરો નાં માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.