#PATAN : નગરપાલિકાના કલાર્ક નિતિનભાઈ રામીનો વય નિવૃત વિદાયમાન સમારોહ યોજાયો..

વર્ષો સુધી પાલિકા ના વિવિધ વિભાગો માં પ્રસંસનિય ફરજ બજાવનાર નિતિનભાઈ રામીને હુંફાળું વિદાયમાન આપવામાં આવ્યું..

પાટણ નગરપાલિકામા વિવિધ ઓફિસોમાં વર્ષો સુધી પ્રસંસનિય ફરજ બજાવી પાલિકા નો પ્રેમ સંપાદન કરી પાલિકાના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ રામીનો શનિવારના રોજ વયનિવૃત વિદાય સમારંભ નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકાના સત્તાધીશો,અધીકારીઓ અને કમૅચારીઓ સહિત તેઓનાં પરિવારજનો ની ખાસ ઉપસ્થિત માં સાંજ નાં 5 વાગે આયોજિત કરવામાં આવ્યો હતો.


વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતાં પાટણ નગરપાલિકાના કલાકૅ નિતિનભાઈ રામી ની વર્ષો સુધી ની પાલિકા પ્રત્યેની ફરજ નિષ્ઠા સાથેની કામગીરી ને ઉપસ્થિત સૌએ સરાહનિય લેખાવી વિવિધ ભેટ સોગાદ સાથે હુંફાળું વિદાયમાન આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.


તો નિતિનભાઈ રામીએ શુભેચ્છાઓનો આભાર વ્યક્ત કરતા વર્ષો સુધી પાલિકા નાં વિવિધ વિભાગોમા કરેલ કામગીરી સમયે પાલિકાના અધિકારીઓ, સ્ટાફ અને ચુંટાયેલા કોર્પોરેટરો તરફથી મળેલ સહકારને યાદ કરી પાલીકા ને જરૂર પડે પોતાની સેવા આપવા હૈયાધારણા આપી હતી.
વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતાં નિતિનભાઈ રામીના વય નિવૃત વિદાયમાન પ્રસંગે પાલિકાના સત્તાધીશો, અધીકારીઓ, કમૅચારીઓ, પત્રકાર મિત્રો સહિત નિતિનભાઈ રામીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.