#ગુજરાત_સ્થાપના_દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ તારક મહેતા ફ્રેમ અંજલી મહેતા નો રોડ શો યોજાયો..

પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત રોડ શોમાં રાજકીય આગેવાનો, પાલિકાના પદાધિકારીઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો જોડાયા..

ગુજરાત સ્થાપના દિન ની પૂર્વ સંધ્યાએ પાટણ નગરપાલિકા દ્વારા શનિવારની સાંજે વિશ્વ પ્રસિધ્ધ સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ના સ્ટાર અંજલી મહેતા નો રોડ શો શહેરના ત્રણ દરવાજા સધી માતાના મંદિર થી યુનિવર્સિટી સુધી આયોજિત કરવામાં આવ્યો હતો.


અંજલી મહેતા એ રોડ શો શરૂ કરતાં પહેલાં ત્રણ દરવાજા સ્થિત સધીમાતા નાં દશૅન સાથે આશિર્વાદ મેળવી ખુલ્લી જીપમાં પોતાનો રોડ શો નો પ્રારંભ કર્યો હતો.
આ રોડ શો પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ,ઉપ પ્રમુખ ધમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, સહિત નગર પાલિકાના સદસ્યો, પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.


પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત નેહા ઉફૅ અંજલી મહેતા નો રોડ શો ત્રણ દરવાજા થી નિકળી હિગળા ચાચર, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, રાજમહેલ રોડ થઇને યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન બન્યો હતો.


રોડ શો દરમિયાન તારક મહેતા ફેમ અંજલી મહેતા નું પાટણના વેપારીઓ, પ્રબુધ્ધ નગરજનો સહિત તેમનાં ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.