ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈને વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને દુલ્હનની જેમ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી..

પાટણ તા.30
ઐતિહાસિક નગરી પાટણ શહેરના આંગણે તારીખ ૧લી મેના રોજ ગુજરાતના ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અને યાદગાર બનાવવા જિલ્લા પ્રશાસન સહિત આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પાટણ ના આંગણે આયોજિત કરાયેલા ગુજરાત ગૌરવ દિવસ ના ઉપલક્ષ્યમાં વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને દુલ્હનની જેમ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે. વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ને રંગબેરંગી રોશની નો સાંજ સજ્જતા દેદીપ્યમાન બની હતી. વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને રોશનીથી ઝગમગતી જોવા પાટણ શહેર સહિત આજુબાજુના લોકો પણ અધીરા બની રાણકીવાવ પરીસર ખાતે ઉમટી પડ્યા હતા.