#PATAN : એક માત્ર શ્રી રોટલીયા હનુમાનજી નાં સાનિધ્યમાં થળી મઢના મહંતની રામ રોટી તુલા કરાઈ..

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત પ્રસંગની સરાહના કરવામાં આવી..

પાટણ તા.1
ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસ ની ઐતિહાસિક અને ધાર્મિક નગરી પાટણ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ પાટણના એક માત્ર શ્રી રોટલીયા હનુમાનજી ખાતે થળી મઠ જાગીરના પ. પૂ. શ્રી જગદીશપુરી મહારાજની રામરોટી તુલા (રોટલી રોટલાથી તુલા કરી એ મુંગા જીવોને પ્રસાદ તરીકે ખવડાવીશું) દિપોત્સવ કાર્યક્રમ સિદ્ધહેમ સેવા સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.


આ ધાર્મિક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ શ્રી કે. સી. પટેલ સિદ્ધહેમ સેવા સંસ્થા નાં પ્રમુખ સ્નેહલભાઈ પટેલ સહિત વિસ્તારના ભાવિક ભક્તો તેમજ મંડળના સેવાભાવી કાયૅકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી રોટલીયા હનુમાનજી નાં સાનિધ્યમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પૂવૅ આયોજિત આ ધાર્મિક પ્રસંગની સૌએ સરાહના કરી સિદ્ધહેમ સેવા સંસ્થા ની સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.