#ગોરખપૂર_મંદિર પાસે હુમલો કરનાર વ્યક્તિ પાસે થી ISIS વિશે માહિતી મળી આવી છે, આ માર્ગ પર થી મળ્યા હતા પૈસા અને બીજી સહાયતા.

આરોપીને પહેલા ગોરખપુર જેલમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ 16 એપ્રિલના રોજ પોલીસ કસ્ટડી સમાપ્ત થયા બાદ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

ગોરખપૂર મંદિર પાસે હુમલો કરનાર વ્યક્તિ પાસે થી ISIS વિશે માહિતી મળી આવી છે, આ માર્ગ પર થી મળ્યા હતા પૈસા અને બીજી સહાયતા.

તેના બહુવિધ ઈ-ડિવાઈસ, જીમેલ, ટ્વિટર, ફેસબુક અને ઈ-વોલેટ જેવા તેના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણકારી મળી કે, કે આરોપીએ તેના બેંક ખાતાઓ દ્વારા લગભગ 8.5 લાખ ભારતીય રૂપિયા યુરોપ અને અમેરિકાના વિવિધ દેશોમાં ISIS સમર્થકો સાથે સંબંધિત સંગઠનો દ્વારા ISIS આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે મોકલ્યા હતા.

આરોપીના ગુનાહિત ઈતિહાસને શેર કરતા ADGએ કહ્યું, “તેની 2014માં બેંગલુરુ પોલીસ દ્વારા ISISના પ્રચાર કાર્યકર મેહદી મસરૂર બિસ્વાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તે આતંકવાદી સંગઠનો, કટ્ટરપંથી પ્રચાર કરનારાઓ અને ISIS-આતંકવદના પ્રચારકોથી પ્રભાવિત હતો.” એટીએસે મંગળવાર સવારથી સાત દિવસના રિમાન્ડ પર આરોપીઓની વિગતવાર પૂછપરછ કરી હતી.

આરોપીને પહેલા ગોરખપુર જેલમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ 16 એપ્રિલના રોજ પોલીસ કસ્ટડી સમાપ્ત થયા બાદ આરોપીને તંત્ર દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.