#PATAN : ખાતે આયોજિત ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી..

પાટણ તા.1
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં પાટણ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા ગુજરાત નાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી.


આ નિર્દશનમાં મૂકાયેલ શસ્ત્રોનું મુખ્યમંત્રીએ રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પાટણના નાગરિકો સૈન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું હોવાનું અને જેમાં બી.એસ એફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.