#PATAN : તાલુકાના વિસલવાસણા ગામે પૂર્વ પંચાયત મંત્રી ની ઉપસ્થિતિ માં ભાજપની ટિફિન બેઠક યોજાઇ…

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું..

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન અનુસાર હાલમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જેમાં ખાસ કરીને પેજ સમિતિ વોલ પેઇન્ટિંગ અને ટીફિન બેઠક આ ત્રણે કામગીરી ઉપર સવિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જેના પગલે પાટણ જિલ્લામાં ટિફિન બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા હવે તાલુકાના તમામ શક્તિ કેન્દ્ર ઉપર પણ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે પાટણ તાલુકાના શક્તિ કેન્દ્ર બાલીસણા-૨ ના વિસલવાસણા ગામે આવેલ ગોગા મહારાજના મંદિર ખાતે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ની ખાસ ઉપસ્થિત માં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ટિફિન બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ ઉપસ્થિત કાયૅકરોને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તો પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રભારી મોહનભાઈ પટેલે પણ ભાજપનાં દરેક કાયૅકર ખભે ખભો મિલાવીને પાટણ વિધાનસભા ની તમામ બેઠકો પર ભગવો લહેરાવવા હાંકલ કરી હતી.


આ ટીફીન બેઠકમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
આ ટીફીન બેઠક કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઇ પટેલ,મહામંત્રી હરિભાઇ પટેલ,ટિફિન બેઠકના ઇન્ચાર્જ રાહુલ પટેલ,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર,યુવા મોરચાના તાલુકા પ્રમુખ વિરલ પટેલ સહિતના વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.