#બાલીસણા #આંગણવાડી કેન્દ્ર નંબર ૧૮૫ નું ઈ-ખાતમૂહૅત કરવામાં આવ્યું..

પાટણ તા.1
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે રવિવારના રોજ પાટણ તાલુકાના બાલીસણા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર -હુ મોકલું છું ૧૮૫ નું ઈ- ખાત મુહૂર્ત બાલીસણા ગ્રામ પંચાયતના સરપંચ મુકતીબેન નીમેષભાઈ પટેલ, તાલુકા પંચાયત પાટણ ના ઉપપ્રમુખ રુકશાનાબેન એહમદભાઈ શેખ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમારની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.


બાલીસણા ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર ૧૮૫ નું મકાન જજૅરિત પંચાયત નાં સદસ્ય દ્વારા રજુઆત કરી ગ્રાન્ટ ફાળવવામાં આવતાં ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર રંજનબેન નાયક તથા હેલ્પર ખતીજાબેન શેખ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.