#ગુજરાત_ગૌરવ_દિવસ ની પૂર્વ સંધ્યાએ પદ્મ શ્રી #સ્વ_મહેશ_નરેશ ની #સ્મરણાંજલિ સ્વરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો..

ગુજરાતી સુપર સ્ટાર #હિતુ_કનોડિયા અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી #મોના_થીબા સહિતના કલાકારો એ મહેશ- નરેશ નાં ગીતો રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યા..

ઐતિહાસિક નગરી પાટણ નાં આંગણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ની રાજય કક્ષાની વિવિધ કાર્યક્રમો સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ ઉજવણી ની પૂવૅ સંધ્યાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે પદ્મ શ્રી સ્વ.મહેશ – નરેશ કનોડિયા નાં યાદગાર ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સ્મરણાંજલિ સ્વરૂપનો જાજરમાન પ્રસંગ ગુજરાતી ફિલ્મ નાં સુપર સ્ટાર હિતુ કનોડિયા અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબા સહિતના કલાકારો દ્વારા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના સૌજન્યથી આયોજિત કરવામાં આવ્યો હતો.


યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ માં સુપર સ્ટાર હિતુ કનોડિયા અને મોના થીબા દ્વારા સ્વ.મહેશ નરેશ નાં ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌ શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.

તો અન્ય કલાકારો દ્વારા પણ ગીત સંગીત ની સુરાવલી વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.


યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુપ્રિતસિધ ગુલાટી, પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલ, સહિતના રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, સંગીત પ્રેમી પાટણના નગરજનો, ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.