#રાજ્યપાલ દેવવ્રતજી રોશનીથી ઝગમગતી #વર્લ્ડ_હેરિટેજ_રાણકીવાવ નિહાળી અભિભૂત બન્યા…

પાટણ ખાતે આયોજિત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ
સાઇટ રાણકીવાવની મુલાકાત લીધી હતી.


ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થઈ રહી છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની મુલાકાત લીધી હતી.

આ વેળાએ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, કલેકટર સુપ્રિતસિધ ગુલાટી,, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


રાજ્યપાલ રોશનીથી ઝગમગતી વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળી અભિભૂત બન્યા હતા.