કોંગ્રેસ ના ધારાસભ્ય સ્વ. અનિલ જોષીયારાનો પરીવાર કોંગ્રેસનો સાથ છોડે તેવી શક્યતા, પૂત્ર #BJP માં જોડાશે

કોંગ્રેસના ગઢમાં ફરી ગાબડુ પડી શકે છે. કોંગ્રેસના પીઢ નેતા અને સતત જીતતા આવેલા અનિલ જોષીયારાના પુત્ર કેયુર જોષીયારા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

કોંગ્રેસના ગઢમાં ફરી ગાબડુ પડી શકે છે. કોંગ્રેસના પીઢ નેતા અને સતત જીતતા આવેલા અનિલ જોષીયારાના પુત્ર કેયુર જોષીયારા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. 
અનિલ જોષીયારા કે જેમનું તાજેતરમાં જ અવસાન થયું છે. તેમના બાદ તેમનો પૂત્ર  મે મહિના બીજા સપ્તાહમાં સીઆર પાટીલની હાજરીમાં વિધીવત રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. 

કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારા હયાત નથી. તેઓ ચેન્નઈ ખાતે સારવાર લઈ રહ્યા હતા, કોરોના થતા હાલત ખરાબ થઈ હતી. 69 વર્ષના ડો. જોષીયારાનું મોત થયું હતું. ઉત્તર ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ભિલોડાથી વિધાનસભામા પ્રતિનિધિત્વ તેઓ કરતા આવ્યા છે ત્યારે આગામી સમયમાં આ પ્રતિનિધીત્વ તેમનો દિકરો કરશે . કોંગ્રેસ ના મોટા સિનિયર નેતા અને રાજકિય પાર્ટીમાં તેમના મત વિસ્તારમાં તેમનું સારું પ્રભુત્વ રહેલું છે ત્યારે હવે તેમનો પરીવાર કોંગ્રેસનો સાથ અને હાથ છોડી બીજેપીમાં જોડાઈ રહ્યો છે. તે પ્રકારની વાત વહેતી થઈ છે.

ડો.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. ત્યારથી તેઓ તેમની કામગિરીથી વધુ પ્રખ્યાત બન્યા હતા અને તેમને રાજકિય ક્ષેત્રે પણ નામના મેળવી છે ત્યારે તેમનો પૂત્ર પણ રાજકારણાં સક્રીય બનશે.