#સોશિયલ_મીડિયા મા ફ્રેન્ડે એવી ઓફર આપી કે યુવક સીધો મળવા પહોંચી ગયો, અને પછી થઇ જોવા જેવી.

સુરતના મોટા વરાછા પાસે રહેતો યુવક મજુરી કામ કરે છે. યુવકને સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે વાતચીત થયા બાદ મોબાઇલ નંબરની આપલે કરી. યુવતીને મળવા પહોંચેલા યુવકને જીવનનો કડવો અનુભવ થયો.

સુરતના વરાછામાં યુવકને શરીર સબંધ બાંધવા માટે બોલાવી મહિલા સહીત 4 લોકોએ તેના ફોટા પાડી લીધા હતા. અને બાદમાં બ્લેક મેઈલ કરી દોઢ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. એટલું જ નહી યુવક પાસે વધુ રકમની માંગ કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

મોટા વરાછા પાસે રહેતો યુવક મજુરી કામ કરે છે. તેને રીના હીરપરા નામની યુવતીએ ફોન કરી શરીર સબંધ બાંધવા માટે વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો હતો. જ્યાં યુવક જતા તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. અને બાદમાં રીના તથા તેના પતિ ભાવેશ હીરપરા તથા અન્ય બે વ્યક્તિઓએ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપી હતી. અને તેઓની પાસે ગાળાગાળી કરી દોઢ  લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

એટલું જ નહી આ ટોળકીએ આટલાથી રોકી ના હતી. અને યુવકને વાંરવાર ફોન કરી વધુ એક લાખની માંગ કરવામાં આવી હતી. જો કે આખરે યુવકે આ મામલે દંપતી સહીત 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં રીના હીરપરા તથા તેના પતિ ભાવેશ હીરપરાની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરુ કરી છે.

એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, યુવકનો શોશ્યલ મીડિયા મારફતે રીના હીરપરા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ રીનાએ ચેટીંગમાં મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવ્યો હતો. અને યુવક મળવા જતા તે વખતે તેના રીનાના સાગરીતો તેની પાસે આવી ગયા હતા. અને તું બળાત્કારની કોશિશ કરવા માટે આવ્યો છે. તું રૂપિયા નહી આપે તો બળાત્કારનો કેસ કરીશું જેથી યુવકે ડરી જઈને દોઢ લાખ રૂપિયા સબંધી પાસેથી મંગાવી આપી દીધા હતા. જો કે આરોપીઓએ બ્લેક મેઈલ કરી વધુ રૂપિયાની માંગ કરતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં આરોપીઓની મોડેન્સ ઓપરેન્ડી હનીટ્રેપ જેવી છે. આરોપીઓ શોશ્યલ મીડિયા મારફતે યુવકોને પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવતા હતા. અને બાદમાં ફોટા પાડી તેના થકી બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવતા હતા. જો કે હાલ આ બનાવમાં પોલીસે 4 પૈકી બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.