#PATAN : ભગવાન #શ્રી_પરશુરામજી ની જન્મ જયંતી પ્રસંગે આજે 51 મી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે..

ભગવાન જગન્નાથના રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન બની સૌ પ્રથમવાર નગરચર્યાએ નીકળશે..

ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના 25 ટેબ્લો, મ્યુઝિક બેન્ડ, નાસીક ઢોલ સહિત વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજ અને પરશુરામ ભક્તો શોભાયાત્રા માં જોડાશે..

પાટણ તા.2
પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં તાજેતરમાં જ આકાર પામેલ શ્રી પરશુરામ ભગવાન ના મંદિર પરિસર ખાતેથી સૌપ્રથમવાર અને શહેર માંથી ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતી પ્રસંગે 51 મી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મંગળવારના પવિત્ર દિવસે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામનાર છે.ત્યારે ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે નીકળનાર આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિમૉણ કરાયેલ શ્રી પરશુરામ ભગવાન મંદિર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે.


ભગવાન જગન્નાથજીના રથમાં ભગવાન શ્રી પરશુરામજી બિરાજમાન બની નગરચર્યાએ સવારે 8:30 કલાકના શુભ મુહુર્તે નીકળી શહેરના હિગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, કૃષ્ણ સિનેમા, હિંગળાચાચર થઈ મેઈન બજાર, ધીવટા નાકેથી પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેનાં શ્રી પરશુરામ ભગવાન મંદિર પરિસર ખાતે 12.39 ના વિજય મુહૂર્તમાં સંપન્ન બનશે.


પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન કરાયેલા ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે મંદિર પરિસર ખાતે થી પ્રથમ વખત અને શહેરમાં 51 મી વખત નીકળનાર ભવ્યાતિભવ્ય શ્રી પરશુરામજી ભગવાનની આ શોભાયાત્રામાં ભગવાનના રથ સહિત વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ ના 25 જેટલા ટેબ્લો, મ્યુઝિક બેન્ડ નાસીક ઢોલ, ડીજે સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજ અને પાટણના ધમૅ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાનાર હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું..