પાટણમા પત્રકાર તરીકે આગવી ઓળખ ઉભી કરનાર યશપાલ સ્વામી નું જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું..

પાટણ તા.૩
પાટણના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નવ નિમૉણ કરાયેલા શ્રી પરશુરામ ભગવાન ના મંદિર પરિસર ખાતેથી મંગળવારના રોજ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પ્રસંગે પ્રથમવાર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા પાટણ શહેરના વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પાટણમાં પત્રકાર તરીકે આગવી ઓળખ ઊભી કરનાર રખેવાળ દૈનિક તેમજ થ્રી સિક્સ નાઇન વેબ ન્યુઝ નાં રિપોર્ટર યશપાલ સ્વામી નું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા ફુલહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને યશપાલ સ્વામી ની પત્રકાર તરીકે ની કામગીરી ને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા સરાહના કરવામાં આવી હતી.