લાયન્સ કલબ ઓફ પાટણની નોમિનેશન કમીટી ની બેઠક મળી..

લાયન્સ કલબ ઓફ પાટણના વષૅ ૨૦૨૨-૨૩ નાં પ્રમુખ તરીકે ગોપાસિંહ રાજપૂત ની વરણી કરવામાં આવી..

પાટણ તા.૩
લાયન્સ કલબ ઓફ પાટણની લાયન્સ હોલ ખાતે નોમીનેશન કમિટી બેઠક મળી હતી જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના નવીન હોદ્દેદારોની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં નોમીનેશન કમિટીના ચેરમેન લા. નટવરસિંહ ચાવડા સહિતના સભ્યો ઉપસ્થિત રહી વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના હોદ્દેદારોની સવૉનુમતે વરણી કરી હતી જેમાં પ્રમુખ લા.ગોપાલસિંહ જી. રાજપૂત, ઇમી.પાસ્ટ પ્રમુખ લા.જેસંગભાઈ જે. ચૌધરી, ઉપપ્રમુખ લા.પ્રજ્ઞેશ પી.પટેલ,લા.બ્રિજેશ એસ. પટેલ,મંત્રી લા.નિકુલ એલ.
ચુનાવાલા,લા.અમિષ કે.મોદી, સહમંત્રી લા.દિલીપ બી. પ્રજાપતિ,ખજાનચી લા. જયેશ બી.વ્યાસ,સહ ખજાનચી લા.પ્રતાપજી એમ. ઠાકોર,ટ્રેમર ૧૧ ટેઇલ ટવીસ્ટર લા. વિજયભાઇ વી. ચૌધરી, લા.ચેતન આઇ.મોદી, મિડીયા સેલ લા.જીગ્નેશ આર.દવે, પી.આર.ઓ.લા.ભદ્રેશ એન. મોદી,સાઇટ ફર્સ્ટ લા.શ્રીરાજ સોની સહિતના ડાયરેકટરઓ ની વરણી કરવામાં આવી હતી.