અમૃતલાલ જોષી પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગોએ તન મન અને ધનથી કરાતી સેવાકીય પ્રવૃત્તિ સરાહનીય બની..

પાટણના ધારાસભ્ય અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી મહેતા સહિતના મહાનુભાવો એ પરિવાર ની સેવા પ્રવૃતિ ને સરાહી..

પાટણ તા.3
પાટણ શહેરમાં ધાર્મિક તહેવારોમાં સેવાક્ષેત્રે હર હંમેશા તન મન અને ધનથી સહયોગી બનતા અમૃતલાલ જોષી પરિવાર ના દુર્ગેશભાઇ જોશી અને રજનીકાંતભાઈ જોષી પરિવાર દ્વારા મંગળવારના રોજ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી પરશુરામજી ની ભવ્યાતિભવ્ય જન્મ જયંતી પ્રસંગ નિમિત્તે ની શોભાયાત્રા માં જોડાયેલા ધમૅ પ્રેમીઓની સેવાર્થે શહેરનાં જુનાગંજ બજાર ખાતે ચોખ્ખા ધી માંથી તૈયાર કરવામાં આવેલ 40 મણ મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.


અમૃતલાલ જોષી પરિવારના દુર્ગેશભાઇ જોશી અને રજનીકાંતભાઈ જોષી પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ સેવા કેમ્પ ની પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી ઉર્ફે નેહા મહેતા સહિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ઓએ મુલાકાત લઈ પોતાનાં વરદ્ હસ્તે ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરી સેવા પ્રવૃત્તિમાં સદાય તન મન અને ધનથી સહયોગી બનતા જોષી પરિવાર ની સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ શુભ પ્રસંગે દુર્ગેશભાઇ જોશી અને રજનીકાંતભાઈ જોશી પરિવારના સભ્યો દ્વારા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી ઉર્ફે નેહા મહેતા તેમજ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત ઉપસ્થિત મહાનુભાવો ને પુષ્પ ગુચ્છ આપી અભિવાદન સાથે આવકાયૉ હતા.