પ્રદેશ ભાજપ નાં મંત્રી જયશ્રીબેન દેસાઈ નાં જન્મ દિવસની ભાજપ મહિલા આગેવાનો અને કાર્યકરો દ્વારા કેક કાપી ઉજવણી કરાઈ..

ભાજપ મહિલાઓ અને કાયૅકરો નો પોતાના જન્મ દિવસની ઉજવણી માં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.4
ગુજરાત પ્રદેશ ભાજપ નાં મંત્રી જયશ્રીબેન દેસાઈ નો જન્મ દિવસ ભગવાન શ્રી પરશુરામજી નાં જન્મ જયંતી ના દિવસે જ હોય તેઓના પરિવારજનો સહિત ભારતીય જનતા પાર્ટી ની મહિલાઓ દ્વારા ખુબ જ ઉલ્લાસભેર તેઓનાં નિવાસસ્થાન ઉપર ઉજવવામાં આવ્યો હતો.


ગુજરાત પ્રદેશ ભાજપ નાં મંત્રી જયશ્રીબેન દેસાઈ ના જન્મ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં તેઓનાં નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન સહિતની મહિલા કાયૅકતૉ દ્વારા કેક કાપી મોં મીઠું કરાવી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તેઓના જન્મ દિવસની ઉજવણી માં તેમનાં પરિવારજનો પણ સહભાગી બન્યા હતા.
ભાજપ પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ નાં જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના મહિલા અગ્રણી ગીતાબેન ધીરજભાઈ સોલંકી, હીનાબેન શાહ,લતાબેન રાવલ,સાધનાબેન રામી સહિતની મહિલાઓ સાથે મહેશભાઈ જાદવ, અજયભાઈ પરમાર, પ્રકાશભાઈ રબારી, કશ્યપ ભાઈ, કેતનભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. જયશ્રીબેન દેસાઈ દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી સહભાગી બનવા બદલ ભાજપ મહિલા અગ્રણીઓ,કાયૅકરો નો આભાર વ્યક્ત કર્યો હતો.