અમદાવાદ જગન્નાથ મંદિરના દશૅન કરી મહંત દિલીપ દાસજીના આશિર્વાદ મેળવતા કે.સી.પટેલ..

વિહીપ ના આગેવાન સહિત અમદાવાદ મેયર અને રથયાત્રા ટ્રક એસોસિયેશનના પ્રમુખ સાથે વાર્તાલાપ કર્યો..

પાટણ તા.4
અખાત્રીજ તેમજ ભગવાન શ્રી પરશુરામ જયંતિના પવિત્ર દિવસે પાટણના પનોતાં પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ ભગવાનના દર્શન કરી વિશ્વ કલ્યાણની કામના સાથે ધન્યતા અનુભવી હતી.. અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર ના મહંતશ્રી દિલીપદાસજી મહારાજે કે.સી.પટેલને ભગવાનની પ્રસાદ રૂપે કેસરી ખેસ પહેરાવી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.


આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ આગેવાન ડો.જયદીપભાઇ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટભાઈ પરમાર, રથયાત્રા ટ્રક એસોસિએશનના પ્રમુખ લલીતભાઈ લોધા સાથે પણ તેઓએ મુલાકાત કરી મુક્ત મને ચચૉ વિચારણા કરી હતી.