પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ ની ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાર જગ્યાએ ઓચિંતી તપાસ હાથ ધરી…

શંકાસ્પદ મેંગો મઠ્ઠો,મીઠો માવો,કેરી રસ અને મિઠાઈ ના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે સરકારી લેબ માં મોકલી અપાયા..

સ્થળ પર 14 કિ.ગ્રા.મીઠો માવો,5 કિ.ગ્રા.મિઠાઈ,8 કિ.ગ્રા.મઠ્ઠો,56 લીટર કેરી નો રસ નાશ કરાયો..

પાટણ તા.4
ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડા પીણાની માંગ વધતી હોય છે ત્યારે સમયનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ ઉનાળામાં ઉપયોગી ખાદ્ય વસ્તુઓમાં ભેળ સેળ કરી મોટી આવક રળી લોકો ના આરોગ્યને નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે આવાં ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓ નું ઉત્પાદન અને વેચાણ કરતાં વેપારીઓ ને નસિયત કરવા અવાર નવાર પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી દ્વારા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી નાં અધીકારીઓ સહિતની ટીમ દ્વારા શહેરના ચાર જુદા જુદા સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરી કેરી ના રસ, શિખંડ મીઠો માવો અને મિઠાઈ નાં સેમ્પલ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું કચેરીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ ની કચેરી નાં અધીકારી વિપુલભાઈ ચૌધરીએ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બુધવારના રોજ જુદી જુદી ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ઉનાળાની સિઝનમાં ઉપયોગી ખાદ્ય સામગ્રી જેવા કે કેરી રસ, શીખંડ,માવો, મિઠાઈ સહિતની વસ્તુઓ માં કેટલાક વેપારીઓ દ્વારા ભેળ સેળ કરાતી હોવાની બાબતને લઈને બુધવારના રોજ ટીમ દ્વારા શહેરના બુકડી ચોકમાં આવેલ દિલીપકુમાર નારણદાસ મોદીની ગણેશ સ્વીટ માટૅ નામની દુકાન ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ મેંગો મઠ્ઠો લુઝ અને મીઠો માવો લુઝ નાં સેમ્પલ લેવામાં આવ્યા છે. તો આજ વિસ્તારમાં આવેલ‌ રજનીકાંત ગોવિદલાલ મોદી ની ચંદન સ્વીટ એન્ડ મઠ્ઠો પાલૅર નામની દુકાન ઉપર પણ આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ મેંગો મઠ્ઠો લુઝ અને કેસર પિસ્તા મઠ્ઠો લુઝ નાં સેમ્પલ લેવામાં આવ્યા છે.તો પટેલ જયેશકુમાર ઈશ્વરલાલ ની સિધ્ધપુર ચાર રસ્તા, તિરૂપતિ માર્કેટમાં આવેલ ન્યુ પટેલ રસ નામની દુકાન પર થી શંકાસ્પદ કેરી નો રસ લુઝ નાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે પટેલ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ની જલારામ મંદિર સામે આવેલ શ્રીજી રસ ભંડાર નામની દુકાન પર ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ જણાતા કેરી ના રસ લુઝ નાં સેમ્પલ મેળવી તેને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું અને ઉપરોક્ત ચારેય સ્થળ પર થી કુલ 14 કિલો મિઠો માવો,5 કિલો મિઠાઈ,8 કિલો મઠ્ઠો અને 56 કિલો કેરીના રસ નો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થો માં ભેળસેળ મામલે હાથ ધરવામાં આવેલ આકસ્મિક તપાસ કામગીરી માં કચેરી અધીકારી વિપુલભાઈ ચૌધરી, ફુડ ઈન્સપેક્ટર એમ.એમ.પટેલ, યુ.એચ.રાવલ, એચ.બી. ગુજૅર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ ની આકસ્મિક તપાસ ને લઈને ખાદ્ય પદાર્થો માં ભેળ સેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.