મહેસાણાના મુંદરડામાં સ્પિકર કેમ વગાડે છે તેમ કહી લાકડીના ઘા મારીને યુવકની હત્યા

કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યા હતા એવા સમય દરમિયાન તેમના મોહલ્લાનાં સદાજી ઠાકોર રસ્તા પર આવી અને અજીતજી ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતા અજીતજી એ માતાજી નો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું

મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં સ્પીકર વગાડવા બાબતે યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં ટેબા વાળા ઠાકોરવાસમાં રહેતા અજીતજી ઠાકોર મંગળવારના સાંજે સાત વાગ્યા ના અરસામાં નાનાભાઈ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યા હતા એવા સમય દરમિયાન તેમના મોહલ્લાનાં સદાજી ઠાકોર રસ્તા પર આવી અને અજીતજી ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતા અજીતજી એ માતાજી નો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું હતું જેના કારણે ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 ઈસમો દ્વારા લાકડીઓ અને ધોકાથી જશવંતજી અને અજીતજીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ સમયે હાજર ભાણો વિજય દ્વારા કટોસણ કામ અર્થે ગયેલા તેના મમ્મી હંસાબેનને ફોન કરી મારા-મારી અંગે જાણ કરવામાં આવી હતી જેથી હંસાબેન દ્વારા 100 નબર પર પોલીસને આ ઘટનાની માહિતી આપી હતી જેના કારણે લાંઘણજ પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત બંને ભાઈઓને 108ની મદદથી મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ ઇજાઓ ગંભીર હોવાથી બન્ને ભાઈઓ અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આ મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથક ખાતે 6 ઈસમો સામે ગુનો નોંધવામાં આવેલ છે હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે