વિદ્યા સહાયકો ની ભરતી માં સંખ્યા માં વધારો કરવા માંગ

19 હજાર ખાલી શિક્ષકોની જગ્યા સામે માત્ર 3300ની ભરતી જાહેર કરતા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

સરકાર દ્વારા વિદ્યા સહાયકોની 3300 જગ્યા માટે અરજી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે ત્યારે ધોરણ 1 થી 8 માં 19 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોય લાંબા સમયથી બેરોજગાર વિદ્યાસહાયકોના ઉમેદવારોને લાભ મળે માટે જાહેર કરાયેલ ભરતીની સંખ્યામાં વધારો કરવાની માંગ સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા 26 જાન્યુઆરીના રોજ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં હાલમાં ધોરણ 1 થી 8 માં 19 હજાર જેટલા વિદ્યાસહાયકોની જગ્યા શાળાઓમાં ફરવાની ખાલી પડેલ હોય RTE ના નિયમ મુજબ શાળાઓમાં 60% મહેકમ ભરવાની જોગવાઈ હોય તેમજ છેલ્લા પાંચ વર્ષથી મોટી સંખ્યામાં વિદ્યા સહાયકોના ઉમેદવારો તૈયારીઓ કરી રહ્યા હોય મોટી સંખ્યામાં બેરોજગાર સંખ્યા સામે મર્યાદિત સંખ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલ હોય ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની જાહેર કરેલ ભરતીની જગ્યાઓમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.