ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર હથિયારો 1.5 લાખ સુધીમાં વેચાતા હતા

39 જેટલા હથિયારો સાથે 15 થી વધુ આરોપીઓની ધરકડ કરવામાં આવી છે

ગુજરાત એટીએસ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે એટીએસ દ્વારા 39 જેટલા હથિયારો સાથે 15 થી વધુ આરોપીઓની ધરકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં સિવાય પણ તેમાંથી કેટલાક અન્ય પ્રકારના ગુનાઓમાં સપડાયેલા છે.

રાજ્યમાં બહારથી લાવીને ગેરકાયદેસર હથિયારો તેઓ વેચતા હતા. આ પકડાયેલા આરોપીઓ મોટા ભાગના સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ આ હથિયારો ક્યાંથી આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે, ખાસ કરીને શંકાના દાયરામાં હોવાથી આ હથિયારો કોઈ નક્સલીઓના વિસ્તારમાંથી ગુજરાતમાં આવ્યા છે કે કેમ  તે અંગેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. 

45 હજારથી લઈને 1.5 લાખ સુધીમાં એક હથિયાર વેચવામાં આવતું હતું. તપાસ વધુ ચાલી રહી છે જેમાં અન્ય કોઈ જગ્યાઓ હથિયાર છુપાવ્યા છે કે કેમ તેનો પણ પર્દાફાશ કરવામાં આવશે. આ નેટવર્ક છેલ્લા 2 વર્ષથી સક્રીય હતું તેમ તમામ વિગતો એટીએસ તરફથી આપવામાં આવી હતી. તેમને એ પણ કહ્યું હતું કે, અન્ય ગુનામાં સંડોવાયલા આરોપીઓ જ્યારે જેલમાં હોય ત્યારે આ કામ બંધ રહેતું ફરી તેઓ સક્રીય થઈને કરતા હતા. પરંતુ એટીએસ એ હથિયારો ગેરકાયદેસર વેચવાનો પર્ધાફાશ કર્યો છે.