#PATAN : હારીજના કાઠી ગામમાં લીબુ ને લઈ ને સજૉઈ મારામારી ની ઘટના : મામલો પોલીસ મથકે પહોંચ્યો…

પાટણ જિલ્લાના હારિજ તાલુકાના કાઠી ગામે લીંબુની બાબતને લઈને મારામારી સર્જાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના હારિજ તાલુકાના કાઠી ગામે રહેતા પરિવારની યુવતી એ પૂછ્યા વગર લીબુ લેવાની બાબતે ઠપકો આપવા ગયેલા સામે યુવતીના પરિવારજનોએ માર મારતા મામલો બિચકયો હતો અને હારીજ પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
એક તરફ ઉનાળાની બળબળતી ગરમીમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હારીજ તાલુકાના કાઠી ગામે પૂછ્યા વગર લીંબુ લેવાની બાબતે થયેલી મારામારીનો કિસ્સો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો..