#PATAN : ત્રણ દરવાજા સ્થિત સધીમાતા મંદિર ખાતે સધીરામ મિત્ર મંડળ દ્વારા રમેલ નું આયોજન કરાયું..

ઐતિહાસિક અને ધાર્મિકનગરી પાટણમાં વાર-તહેવાર અને ઉત્સવો અને ધાર્મિક પ્રસંગો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.ત્યારે પાટણ શહેરમાં ત્રણ દરવાજાએ આવેલ સધી માતાના મંદિર પરિસર ખાતે પણ ભક્તો દર્શનાર્થે આવે છે.આ સધી માતાના મંદિર સાથે ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે.પાકિસ્તાન સિંધ પારકર થી આવેલા સધી માતા પાટણ માં બિરાજમાન થયા હતા.અને અહીં ભક્તો પોતાની બાધા-આખડી પૂરી કરવા આવતા હોય છે.ત્યારે પાટણ શહેરમાં સૌપ્રથમવાર સધી માતાજીના મંદિર ખાતે આગામી તારીખ 8-5-2022 રવિવારના રોજ ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી સધીરામ મિત્ર મંડળ પાટણ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.અને પાટણની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક પ્રસંગમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.